ઈંડાની સાથે ક્યારેય ના ખાવી આ વસ્તુઓ, હેલ્થ ઉપર થશે ખરાબ અસર


By Hariom Sharma15, Jun 2023 10:00 AMgujaratijagran.com

ઈંડા ખાઓ ત્યારે રાખો આટલી સાવધાની

ઈંડામાં રહેલા પોષક તત્ત્વ શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ આ વસ્તુઓ સાથે ઈંડાનું સેવન ના કરવું.

ચા સાથે ના ખાઓ ઈંડા

ચા સાથે ઈંડા ખાવા નુકસાનકારક બની શકે છે. આનાથી ફૂટ કોમ્બિનેશનથી પેટને લગતી સમસ્યા થઇ શકે છે. ગેસ, કબજિયાતની પ્રોબ્લેમ વધે છે.

મીઠી વસ્તુઓ સાથે

ઈંડા સાથે મીઠી વસ્તુઓ ખાવાથી બચવું જોઇએ. આ કોમ્બિનેશનથી શરીરમાં ટોક્સિન પેદા થઇ શકે છે, લોહીનો જથ્થો જમા થવા લાગે છે.

કેળા સાથે ના ખાવા

કેળા અને ઈંડાનું સેવન એક સાથે કરો છો તો તે નુકસાનકારક સાબિત થઇ શકે છે. આનાથી પાચનતંત્ર પ્રભાવિત થાય છે.

મીટ સાથે ના ખાવા

ઈંડા અને મીટમાં પ્રોટિન મોટા પ્રમાણમાં હોય છે. જો તમે એક સાથે બંનેનું સેવન કરો છો તો તમને સુસ્તી લાગવા લાગે છે.

સોયા મિલ્ક સાથે ન લેવા

સોયા મિલ્ક અને ઈંડામાં પ્રોટિન ખૂબ જ હોય છે. આ બંનેનો એક સાથે સેવન ના કરવું જોઇએ. શરીરમાં પ્રોટિનની માત્રા ઝડપથી વધવા લાગે છે.

જીરું હોય છે ફાયદાકારક, કબજિયાતમાં આપે છે રાહત