જીરું હોય છે ફાયદાકારક, કબજિયાતમાં આપે છે રાહત


By Hariom Sharma14, Jun 2023 09:05 PMgujaratijagran.com

જીરું એક રીતનો મસાલો છે. ભારતમાં આનો મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. આ વ્યંજનોને સારો સ્વાદ આપે છે અને તેની સુગંધથી ડાયજેસ્ટિવ એન્જાઇમ સક્રિય થઇ શકે છે.

પાચનમાં જીરાના ફાયદા

સમયસર ખોરાક ના ખાવાથી અને આચરકૂચર ખાવાથી અપચાની સમસ્યા થઇ શકે છે. પાચન સંબંધી વિકાર, ડાયરિયા, અપચો, ગેસ અને પેટ ફૂલવા જેવી સમસ્ચાઓનેમાં ખૂબ ઉપયોગી ગણાવમાં આવે છે.

સરદી-તાવમાં જીરાથી ફાયદો

જીરામાં રહેલા એન્ટિ-ઇંફ્લેમેટરી એન્ટિ-બેક્ટેરિયા અને એન્ટિ-ફંગલ ગુણ ઠંડીથી રક્ષણ મેળવવામાં મદદ કરે છે. સાથે જ ઈમ્યૂનિટીને વધારીને સંક્રમણથી લડવામાં મદદ કરે છે.

ઈમ્યૂનિટીમાં જીરાના પાણીના ફાયદા

જીરું ઈમ્યૂનોમોડ્યૂલેટરીથી પ્રભાવીત હોય છે, જે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે. જીરામાં રહેલું આયર્ન ઓક્સિજન શરીરની કોશીકાઓ સુધી પહોંચાડી ઈમ્ચૂનિટીને મજબૂત કરે છે.

વજન નિયંત્રિત રાખે છે

જીરાના ઉપયોગથી વજન કંટ્રોલમાં રહે છે. વજન ઉતારવા માટે જીરાનું પાણી ગુણકારી ગણાય છે. જીરાના પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી વધુ ફાયદો થાય છે.

એનિમિયાને ઓછું કરે છે

આયર્નની ઉણપથી એનિમિયા એટલે કે લોહીની કમીની સમસ્યા થાય છે. આનાથી શરીર કમજોર થવા લાગે છે. આવી સમસ્યામાં જીરાનું સેવન કરવું જોઇએ.

પેટના દુખાવામાં ફાયદાકારક

જીરાના ગુણોમાં પેટનો દુખાવો અને ડાયરિયા જેવી સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે. જીરામાં એનાલ્જેસિક ગુણ હોય છે, જે દર્દથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.

World Blood Donor Day: માત્ર મદદ જ નહીં, આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ છે રક્તદાન