માત્ર મદદ જ નહીં, આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ છે રક્તદાન


By Sanket M Parekh14, Jun 2023 04:06 PMgujaratijagran.com

વજન કંટ્રોલ કરશે

રક્તદાન કરવાથી કેલેરી બર્ન થાય છે, જે વજન ઓછું કરવામાં મદદરૂપ છે. વજન ઓછું કરવા માટે તમે તમારી ડાયટને હેલ્ધી રાખો અને આ સાથે જ વર્ક આઉટ પર પણ ધ્યાન આપો.

હાર્ટ માટે પણ ફાયદેમંદ

રક્તદાન કરવાથી હાર્ટ હેલ્ધી રહે છે અને તેની સાથે સંકળાયેલી અનેક બીમારીઓ દૂર રહે છે. તમારા જીવનમાં રક્તદાનને શામેલ કરીને તમે હાર્ટ સ્ટ્રોકના ખતરાથી બચી શકો છો.

નવા રેડ બ્લડ સેલ્સનું નિર્માણ

રક્તદાન કર્યા બાદ શરીરમાં નવા રેડ બ્લડ સેલ્સ બનવા લાગે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક મનાય છે. આ ઉપરાંત બ્લડ ડોનેટ કરવાથી બ્લડ પ્રેશર પર કંટ્રોલમાં રહે છે.

રક્તદાન બાદ રિકવરીનો સમય

બ્લડ ડોનર જેટલું બ્લડ ડોનેટ કરે છ, તેની બોડીમાં 21 દિવસમાં ફરીથી રિકવર કરી લે છે. જો કે શરીરમાં ડોનેશન બાદ 24-72 કલાકમાં બ્લડનો વૉલ્યૂમ પૂરો બની જાય છે.

વર્ષમાં કેટલી વખત રક્તદાન કરી શકાય?

જો તમારો ખોરાક હેલ્ધી હશે, તો 24 કલાકમાં શરીરમાં ફરીથી બ્લડ બની જાય છે. પુરુષ દર 3 મહિનામાં રક્તદાન કરી શકે છે, જ્યારે મહિલાઓ દર 4 મહિનામાં રક્તદાન કરી શકે છે.

રક્તદાન પહેલા અને પછી કંઈ વાતો ધ્યાનમાં રાખવી

રક્તદાન કરતા પહેલા જંક ફૂડ ના ખાવો અને રક્તદાનના 12 કલાક સુધી કોઈ હેવી એક્સરસાઈઝ કરવાનું ટાળો. જો રક્તદાન બાદ ચક્કર આવે, તો એક જગ્યાએ બેસો અને પાણી પીને રિલેક્સ થાવ. આ સાથે 4-5 કલાક સુધી કોઈ નશીલા પદાર્થનું સેવન કરવાનું ટાળો.

સુસ્તી અને થાકને દૂર કરવા માટે ડાયટમાં સામેલ કરો આ ફ્રૂટ્સ