પેંગોંગ લેક ભારતથી તિબેટ સુધી 12 કિમી સુધીમાં ફેલાયેલ છે. આ લેકના કિનારે અનેક ફિલ્મોનું શૂટિંગ પણ થઈ ચૂક્યું છે. આ અહીંનું સૌથી ફેમસ ટૂરિસ્ટ પ્લેસ છે.
લેહ પેલેસ અહીંનું મુખ્ય ઐતિહાસિક સ્થળ છે, જેને 17મી સદીમાં રાજા સેંગલે નામગ્યાલે એક શાહી મહેલના રૂપમાં બનાવ્યું હતુ. આ પેલેસ પોતાના સમયની સૌથી ઊંચી ઈમારતો પૈકી એક હતી.
પ્રાચીન સમયમાં ફૂગતાલ મઠમાં ધ્યાન અને સાધના કરવામાં આવતી હતી. લદ્દાખના મુખ્ય પ્રવાસન સ્થળોમાં સામેલ આ ફુગતાલ મઠ ટ્રેકિંગ પ્રેમીઓ માટે એકદમ ખાસ છે.
લેહ-લદ્દાખમાં બનેલ શાંતિ સ્તૂપ અહીનું મુખ્ય ધાર્મિક સ્થળ છે. જેનું નિર્માણ એક જાપાની બૌદ્ધ ભિક્ષુ ગ્યોમ્યો નાકામુરા દ્વારા કરવામાં આવ્યું હતુ.
હેમિસ મઠ તિબેટિયન મઠ છે, જે લેહ શહેરથી લગભગ 45 કિમી દૂર આવેલ છે. અહીં દર વર્ષે ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે.
લેહ માર્કેટ શહેરની વચ્ચે આવેલુ છે. આ માર્કેટમાં શૉપિંગ કરવા ઉપરાંત તમે સ્થાનિક વાનગીઓનો સ્વાદ પણ માણી શકો છો.