કલાકો સુધી એક જ પોઝીશનમાં બેસીને રહેવાથી પણ કમર દર્દની સમસ્યા થઈ શકે છે. જો ઑફિસ વર્ક માટે પણ ચેયરનો ઉપયોગ કરતા હોવ, તો દર 20-30 મિનિટમાં વૉક કરવાની આદત પાડો.
લેપટૉપ, કૉમ્પ્યુટર કે પછી ફોનનો ઉપયોગ કરતાં સમયે ખોટી રીતે બેસવાના કારણે પણ કમર દર્દની ફરિયાદ થઈ શકે છે.
અચાનક ભારે વજનની કોઈ વસ્તુ ઉઠાવી લેવાથી પણ કમર દર્દની ફરિયાદ થઈ શકે છે. આવું કરવાથી હાથમાં પણ દુખાવો થઈ શકે છે.
જો એક્સરસાઈઝ કરો છો, તો તેની પહેલા વૉર્મઅપ જરૂર કરી લો. જેથી બૉડીમાં અચાનક ખેંચાણ નહીં થાય, જેથી તમે કારણવિના દર્દથી બચી જશો.
જો કોઈ કામ સતત નમીને કરવામાં આવી રહ્યું હોય, તો પણ કમરમાં દર્દની ફરિયાદ થઈ શકે છે. આથી શક્ય હોય, તો કામ કરવાની વચ્ચે બ્રેક લેતા રહો.
અનેક વખત જાણકારીના અભાવે એક્સરસાઈઝ કરવા દરમિયાન કરવામાં આવેલી ભૂલથી પણ કમરમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. આથી કોઈ પણ એક્સરસાઈઝ કરતાં પહેલા તેની જાણકારી જરૂર મેળવી લેવી જોઈએ.
આ બધા ઉપરાંત શરીરમાં પોષક તત્ત્વોની કમીના કારણે પણ હાડકા અને મસલ્સમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. આથી પ્રોટીન, ફાઈબર અને વિટામિન-ડીથી ભરપુર ડાયટ લેવી જોઈએ.