સોજીથી તમે ઉપમા બનાવીને નાસ્તામાં ખાઈ શકો છે. પોતાની પસંદગીની વસ્તુઓ જેમ કે, ગાજર, ડુંગળી, મરચા, ડ્રાય ફ્રૂટ્સ વગેરે મિક્સ કરીને તેને સ્વાદિષ્ટ બનાવી શકો છો.
સોજીથી તમે ઈન્સ્ટન્ટ ઈડલી બનાવી શકો છો. જે ખૂબ જ હેલ્ધી અને સુપાચ્ય હોય છે. નાસ્તા માટે કંઈક હેલ્ધી બનાવવું હોય, તો ઈડલી ખાઈ શકો છો.
પૌઆ પણ હેલ્ધી નાસ્તો છે. લીલા શાકભાજી મિક્સ કરીને તમે પૌઆ બનાવી શકો છો અને ગરમાગરમ નાસ્તામાં ખાઈ પણ શકો છો.
સ્પ્રાઉટ્સ નાસ્તા માટે સૌથી ઉત્તમ ડીશ છે. જેને ખાવાથી પાચન ક્રિયા સુધરે છે અને વજન પણ ધીમે-ધીમે ઓછું થાય છે.
જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ, તો નાસ્તામાં ઓટ્સ ખાવા જોઈએ. આ સાથે જ્યૂસ પણ લઈ શકો છો.
નાસ્તામાં તમે ફ્રૂટ સલાડ ખાઈ શકો છો. અનેક પ્રકારના પોષક તત્ત્વોથી ભરપુર હોવાની સાથે ફ્રૂટ સલાડ ખાવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે.