ભારતના સૌથી મોટા નેશનલ હાઈવેની વાત કરીએ તો, નેશનલ હાઈવે 44 પહેલા ક્રમે આવે છે. જેની પહેલા તે નેશનલ હાઈવે 7ના નામે ઓળખાતો હતો. જેની લંબાઈ 3745 કિમી છે. આ હાઈવે શ્રીનગરથી કન્યાકુમારી સુધીનો છે.
દેશનો બીજો સૌથી મોટો નેશનલ હાઈવે 27 છે. જેની લંબાઈ 3507 કિલોમીટર છે. આ હાઈવે ગુજરાતના પોરબંદર શહેરને આસામ સાથે જોડવાનું કામ કરે છે.
દેશનો ત્રીજો સૌથી મોટો નેશનલ હાઈવે 48 છે. જેની લંબાઈ 2807 કિલોમીટર છે. આ હાઈવે દિલ્હીને ચેન્નાઈ સાથે જોડવાનું કામ કરે છે. જેને પહેલા NH-8 તરીકે ઓળખવામાં આવતો હતો.
દેશનો ચોથો સૌથી મોટો હાઈવે નેશનલ હાઈવે 52 છે. જેની લંબાઈ 2317 કિમી છે. આ હાઈવે પંજાબને કર્ણાટક સાથે જોડવાનું કામ કરે છે.
દેશનો પાંચમો સૌથી મોટો હાઈવે નેશનલ હાઈવે 30 છે. જેની લંબાઈ 2040 કિમી છે. જે ઉત્તરાખંડને આંધ્ર પ્રદેશ સાથે જોડવાનું કામ કરે છે.
દેશનો છઠ્ઠો સૌથી મોટો નેશનલ હાઈવે નંબર 8 છે. જેની લંબાઈ 1873 કિમી છે. આ હાઈવે મેઘાલયને મિઝોરમ સાથે જોડવાનું કામ કરે છે.
દેશનો સાતમો સૌથી મોટો હાઈવે નેશનલ હાઈવે 53 છે. જેની લંબાઈ 1781 કિમી છે. આ હાઈવે ગુજરાતને ઓડિશા સાથે જોડવાનું કામ કરે છે.