લગ્નની સિઝન શરુ થઈ ગઈ છે, અને તેની શોપીંગ લોકો ઉત્સાહભેર કરતા હોય છે. તેવામાં વેડીગ ડ્રેસ માટે આપણે ઘણી શોપ અને મોલમાં જતા હોઈએ છે, પણ ઘણીવાર આપણી પસંદના કપડા મળતા નથી. આ સ્ટોરીમાં અમે તમને જણાવીશું કેટલીક શોપિંગ ડેસ્ટિનેશન જે વેડીગ આઉટફીટ માટે પ્રખ્યાત છે. આ તમામ સ્ટોર્સની એક-બે દિવસમાં મુલાકાત લઈ શકાય છે.
લગ્ન સમારોહ અથવા રિસેપ્શન માટે જો તમે ભારે ભરતકામ કરેલો આઉટફીટ પહેરવા માંગતા હોવ તો, શ્યામલ અને ભૂમિકા સ્ટોર પરફેકટ જગ્યા છે. શ્યામલ અને ભૂમિકાનું મુંબઈ અને દિલ્હીમાં પણ બુટિક છે, જ્યારે તેમની બ્રાન્ડનો ફ્લેગશિપ સ્ટોર અમદાવાદમાં સ્થિત છે.
આ સ્ટોર્સમા એથનીક, હાથેથી વણેલા કાપડ અને ડેલીકેટ થ્રેડ વર્ક કરેલા વેડીગ ડ્રેસ ઉપલબ્ધ છે, જો તમે પણ આવા પ્રકારની આઉટફીટ પસંદ કરો છો તો પહોંચી જાવ બોડકદેવ રોડ પૂર્વી દોશી ના સ્ટોર પર, અહીં તમને વિવિધ પ્રકારના હાઈ-ફેશન વેડીગ આઉટફીટ મળી રહેશે
જો તમે સંગીત અથવા લગ્ન સમારોહમા પહેરવા માટે કોઈ હાઈ ક્લાસના ભારતીય ડિઝાઇનરને શોઘી રહ્યા હોવ અને અને કિંમત કોઈ ઈશ્યુ ન હોય તો ઈલાન ફેશન સ્ટોરમા તમને તમારો આઉટફીટ મળી શકે છે. ઈલાન - ફેશન સ્ટોરમાં સબ્યસાચી મુખર્જી, અંજુ મોદી, પાયલ પ્રતાપ, રાઘવેન્દ્ર રાઠોડ, મ્યોહો, જયંતિ રેડ્ડી અને સહિત 50 થી વધુ પ્રખ્યાત ડિઝાઇનરોના વેડીગ ડ્રેસ ઉપલબ્ધ છે.
દેવલ ધ મલ્ટી ડિઝાઇનર સ્ટોર, વરરાજા, બ્રાઇડમેઇડ્સ અને કપલના પરિવારો માટે એક પરફેકટ જગ્યા છે. અહીંયા તમને હાઈ કલાસ ડિઝાઇનર્સના આઉટફીટ બજેટમાં મળી જશે.
જો તમે એથનીક સાડીઓ અને બ્લાઉઝ શોધી રહ્યા હોવ તો સ્ટુડિયો વર્ચ્યુઝમા આનું કલેક્શન ખૂબ સુંદર છે. પુરૂષો માટે અહીં કુર્તા, નેહરુ જેકેટ્સ અને શેરવાની વગેરે મળી રહેશે.
મોનસૂન, કોચર અને પ્રેટ અને રિતિકા મીરચંદાણી, પ્રિયા અવસ્થી, ડોલી જે રિવાઝ, સોલ્ટી, લોટસ સ્ટુર અને બોધિ ટ્રી જેવા જાણીતા ભારતીય ડિઝાઇનરોના લેટેસ્ટ કલેકશન ધરાવે છે. આ જગ્યા પર હેવી આઉટફીટસાથે લાઈટ વેઈટ કપડાંની સારી રેન્જ છે.
એકાયા સ્ટોરમાં બનારસી કલાના સુંદર ડ્રેસ અવેલેબલ છે. અહિંયા હાથથી વણાયેલી બનારસી કાપડનું કલેકશન છે જ્યા વર કે કન્યાની માતા માટે ઘણા વિકલ્પ મળી રહે તેવા છે. આ ઉપરાંત અહીં કારીગરો દ્વારા હાથથી બનાવેલ, એકાયાની ટ્રેડીશનલ રેન્જમાં તાંચોઈ, ઉપડા, ઉચિત, જામદાની, ખાદી, કડવા, કટવર્ક, કડિયાલ, જંગલા, મીનાકારી, એમ્બોસ્ડ, શિકારગા અને નીલાંબરી જેવી કળાનો સમાવેશ થાય છે