શિયાળામાં ઠંડીનું પ્રમાણ ઘણીવાર વધી જતું હોય છે, જેથી બીમાર થવાની શક્યતા વધી જાય છે, તેવામાં શરીને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. વિટામીન-D એક એવો સ્ત્રોત છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, અને તેને આપણે અલગ અલગ રીતે મેળવી શકીએ છે. ચાલો જાણીએ કેવી રીતે આપડે વિટામીન-D ના લેવલને વધારી શકાય છે.
મશરૂમમાં મોટા પ્રમાણમાં વિટામિન- D મળે છે, આનું સેવન કરવાથી આપણે ઠંડીમાં સ્વસ્થ રહેવામાં મદદ કરે છે
ફેટી ફિશ અને સિ ફૂડ વિટામીન- D નો નેચરલ સોર્સ છે. વિટામીન -D નું લેવલ અપ કરવા તમારે આને તમારા ડાયેટ માં ચોક્કસથી ઉમેરવું જોઈએ.
શિયાળાના ઠંડા દિવાસોમા રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી વિટામીન -D નું લેવલ જળવાઈ રહે છે.
વહેલી સવારના કૂણાં તાપમાં વિટામીન-D મેળવી શકાય છે, શિયાળામાં પૂરતા પ્રમાણમાં તાપ લેવો પણ એટલોજ જરૂરી છે.
ડોક્ટરની સલાહથી તમે વિટામીન-D સપલીમેન્ટ્સ લઈ શકો છો. યાદ રાખો ડોક્ટરની સલાહ વગર કોઈ દવા લેવી યોગ્ય નથી.
સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી વધુ માહિતી જોડાયેલા રહી ગુજરાતી જાગરણ સાથે.