1 વાટકી ચણાની દાળ,2 ચમચી અડદની દાળ,5-6 લીલા મરચાં,1 નાનો ટુકડો આદુ,1/2 વાટકી પલાળેલા પોહા,1/2 વાટકી દહીં,3 ચમચી તેલ,1/2 ચમચી હળદર પાવડર,1 પેકેટ ઈનો/1 ચમચી ખાવાનો સોડા,સ્વાદ મુજબ મીઠું,1 ચમચી લાલ મરચું,1 ચમચી ચાટ મસાલો,1/2 ચમચી કાળા મરી પાવડર,1/2 ચમચી જીરું પાવડર,1/2 ચમચી હિંગ.
જરૂર મુજબ લીલી ચટણી,3 ચમચી માખણ, 1/2 વાટકી નાયલોન સેવ,થોડી ડુંગળી.
ચણાની દાળ અને અડદની દાળને 6 થી 8 કલાક પલાળી દો પછી તેમાં લીલા મરચાં,પલાળેલા પોહા,આદુનો ટુકડો અને દહીં નાખીને મિક્સરમાં બરછટ પીસી લો.
હવે તમાં મીઠું,હળદર પાવડર અને તેલ નાખીને મિક્સ કરીને આ મિશ્રણને 3 કલાક માટે બાજુ પર રાખો.
હવે ગ્રીસ કરેલી પ્લેટને સ્ટીમરમાં ગેસ પર ગરમ કરો અને પછી તૈયાર કરેલ મિશ્રણને તે પ્લેટમાં નાખીને 15 થી 20 મિનિટ સુધી ગરમ કરો.
હવે લાલ મરચું પાવડર,જીરું પાવડર,કાળું મીઠું,કાળા મરી પાવડર,હિંગ,ચાટ મસાલો,મીઠું સારી રીતે મિક્સ કરો.
હવે આપણો સુરતી લોચો સ્ટીમ થઈ ગયો છે, લોચા પર બટર, લોચા મસાલો, નાયલોન સેવ, ડુંગળી અને કોથમરીથી ગાર્નિશ કરો.
હવે તેને પ્લેટમાં કાઢીને લીલી ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.