ઢોસાનું નામ સાંભળતા જ તમારા મગજમાં પહેલો વિચાર આવે છે કે ચોખા અને દાળ પલાળવાના હશે, પરંતુ આજે અમે તમને ક્રિસ્પી રવા ઢોસા બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ માત્ર 5 મિનિટમાં કોઈ પણ તકલીફ વગર તૈયાર થઈ જાય છે, તો ચાલો જાણીએ નવી રેસીપી.
1 કપ રવો,2 કપ ચોખાનો લોટ, 1 ટીસ્પૂન જીરું, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, જરૂર મુજબ પાણી, જરૂર મુજબ ઘી.
રવા અને ચોખાના લોટમાં મીઠું, જીરું અને લાલ મરચું પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવો.
હવે એક નોન-સ્ટીક તવાને ધીમી આંચ પર ગરમ કરો અને તેમાં થોડુ ઘી નાંખો.
થોડી વાર પછી ઢોસાને ફેરવીને બીજી બાજુ પણ પકાવી લો.
તૈયાર છે તમારો રવા ઢોસો તમે તેને નારિયેળ અથવા ટામેટાની ચટણી સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.