તલની તાસીર ગરમ હોય છે એટલા માટે શિયાળામાં તલનું સેવન શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તલમાં કેલ્શિયમનો સ્ત્રોત ભરકૂર માત્રામાં હોય છે. તલ અને ગોળ મિક્સ કરીને તેનું કચરિયું અને વડી તેમાં ડ્રાયફ્રુટ્સ, સૂંઠ આ બધું જ તેમાં આરોગ્યની જાળવણી કરવામાં મદદ કરે છે.
250 ગ્રામ તલ,150 ગ્રામ ગોળ,2 ટેબલસ્પૂન તલનું તેલ,1 ટીસ્પૂન સુંઠ પાઉડર,1/4 કપ કોપરાનું છીણ,6 નંગ બદામ,6 નંગ કાજુ વગેરે.
એક મિક્સર જારમાં તલ, ગોળ, કોપરાનું છીણ, કાજુ, બદામ નાખો.
હવે તેમાં તલનું તેલ એડ કરીને બધું જ મિક્સ કરી લો, ખાસ તલ પિસાઈ જવા જોઈએ.
હવે તેમાં સૂંઠ પાઉડર મિક્સ કરો.
હવે કાજુ બદામના ટુકડા અને કોપરાનું છીણ ગાર્નિશ કરો.
સારી રીતે મિક્સ કરી લો, આપણું ઉત્તરાયણ સ્પેશિયલ કચરિયું તૈયાર થઈ ગયું છે, તમે તેને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.