આ 6 બીજ હાડકાઓમાં કેલ્શિયમ ભરી દેશે


By Jivan Kapuriya11, Jul 2023 12:57 PMgujaratijagran.com

જાણો

કેટલાક બીજમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેથી તમારા હાડકાને મજબૂત બનાવવા અને કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે આ બીજનું સેવન કરવું જોઈએ.

સફેદ તલ

સફેદ તલમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ બીજને ખોરાકમાં લેવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપને પુરી કરી શકાય છે.

ચીયા બીજ

ચીયા બીજમાં કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. તેથી તમાર હાડકાને મજબૂત કરવા માટે તમે પાણીમાં પલાળેલા ચીયાના બીજનું સેવન કરી શકો છો.

મેથી

તમારા હાડકાને મજબૂત બનાવવા માટે મેથીનું સેવન કરો, મેથીના બીજમાં કેલ્શિયમ જોવા મળે છે.જે તમારા શરીર માટે ફાયદાકારક છે.

કોળાના બીજ

પોષક તત્વોથી ભરપૂર કોળાના બીજ તમારા હાડકાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.તેથી આહારમાં કોળાના બીજનો સમાવેશ કરવાથી હાડકાના સ્વાસ્થ્યને સારૂ રાખી શકાય છે.

અળસીના બીજ

અળસીના બીજને કેલ્શિયમનો સમ્રૃદ્ધ સ્ત્રોત પણ માનવામાં આવે છે. તમે અળસીના બીજને સ્મૂધી અથવા દહીંમાં મિક્સ કરીને ખાઈ શકો છો, જે તમારા હાડકાં માટે ખૂબ સારૂં છે.

સૂર્યમુખીના બીજ

સૂર્યમુખીના બીજમાં પણ કેલ્શિયમ જોવા મળે છે. સૂરજમુખીના બીજને સલાડ કે દહીંમાં મિક્સ કરીને ખાવાથી હાડકાને લગતી બીમારીઓથી બચી શકાય છે.

તમે આ બીજનું સેવન કરીને તમારા હાડકાનું સ્વાસ્થ્ય સુધારી શકો છો.

ઠંડા પીણા પીવાની આડ અસરો