ઠંડા પીણા પીવાની આડ અસરો


By Jivan Kapuriya11, Jul 2023 11:58 AMgujaratijagran.com

જાણો

ઠંડા પીણા પીવા સ્વાસ્થ્ય માટે અન્ય રીતે નુકસાનકારક છે તેમ હ્રદય માટે પણ હાનિકારક છે. તે બ્લડ પ્રેશર અને મોટા શરીરને વધારીને હ્રદયની સમસ્યાનું કારણ બની શકે છે.

મોટુ શરીર

ઠંડા પીણામાં આર્ટિફિશિયલ સ્વીટનરની સાથે-સાથે પ્રિઝર્વેટિવ્સ પણ હોય છે, જે શરીરને મોટુ કરી શકે છે.મોટુ શરીર બ્લડ પ્રેશરની સાથે હ્રદયની સમસ્યાને પણ વધારી શકે છે.

હ્રદયની કમજોરી

ઠંડા પીણામાં જોવા મળતા હાનિકારક રસાયણો અને વધારે પડતા સુગરની સાથે હાયપરટેશનમાં વધારો કરી શકે છે. જે હ્રદય કમજોરી અથવા ક્રોનિક હાર્ટ ફેલ્યોરનું જોખમ પણ વધારે છે.

હાઈ બ્લડ પ્રેશર

ઠંડા પીણા કે કાર્બોનેટેડ ડ્રિંક્સ પીવાથી હાર્ટ પ્રોબ્લેમ થવાનો ખતરો રહે છે. આવી સ્થિતિમાં તમને હાઈ બીપી હોઈ શકે છે, જેના કારણે ઘણી વખત સ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે.

હાર્ટ એટેક

ઠંડા પીણા પીવાથી હાર્ટ એટેકનો ખતરો પણ બની શકે છે. વધતા મોટા શરીરની સાથે બ્લડ પ્રેશર પણ ધીમે ધીમે વધી શકે છે. જેના કારણે ભવિષ્યમાં તમને હાર્ટ એટેક આવવાની શક્યતા છે.

એરિથમિયા

વધુ પડતા ઠંડા પીણા પીવાથી એરિથમિયાનો જોખમ વધારી શકે છે. જો કે આવી સ્થિતિમાં તમારા હ્રદયના ધબકારા ધીમાં પડી શકે છે. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ જરૂર લો.

હ્રદય વાલ્વ રોગ

ઠંડા પીણાનું વધું પડતું સેવન કરવાથી તમને હાર્ટ વાલ્વની બીમારીનું જોખમ રહે છે.આવી સ્થિતિમાં હ્રદયમાં રહેલ વાલ્વને નુકસાન અથવા અસર થઈ શકે છે.

આ રીતે ઠંડા પીણા પીવાથી તમારા હ્રદય માટે હાનિકારક બની શકે છે.

ચોમાસામાં થતી બીમારીથી આ રીતે બચી શકાય