ચોમાસામાં થતી બીમારીથી આ રીતે બચી શકાય


By Jivan Kapuriya11, Jul 2023 10:46 AMgujaratijagran.com

જાણો

ચોમાસાની ઋતુ અનેક બીમારી લઈને આવે છે, આવી સ્થિતિમાં જલ્દી રોગો ફેલાય છે. આ સ્ટોરીમાં આવી જ કેટલીક હેલ્થ ટિપ્સ વિશે જણાવીશું,જેને અનુસરવાથી તમે ચોમાસામાં પણ બીમારીથી બચી શકો છો.

હાથ ધોવા

વરસાદની મોસમમાં તમારે હાથને સ્ક્રબ કરીને સારી રીતે ધોવા જોઈએ. તમારે હાથમાં સાબુ ઘસી ઓછામાં ઓછુ 20 થી 30 સેકેન્ડ સુધી હાથ ધોવા જોઈએ. જે તમને બેક્ટેરિયાથી દૂર રાખશે.

હર્બલ ચા પીવો

કેમોલી ચા, આદુની ચા, જિનસેંગ ચા, પેપરમિન્ટ ચા અને તજની ચા વગેરેનું સેવન કરો, તે ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે તમને ચોમાસાની બીમારીથી બચાવે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારતા ફ્રૂટ્સ

ચોમાસામાં તમે બીમારીથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારતા ફ્રૂટ્સનું સેવન કરો.હળદરવાળું દૂધ, સુકા ફળો, ખાટા ફળો અને લીલા શાકભાજી વગેરેનું સેવન કરો. તેનાથી તમારા શરીરની બીમારી સામે લડવાની ક્ષમતા વધશે.

પાણીને ભેગુ ન થવા દો

ચોમાસામાં ક્યાંય પાણીને ભેગુ ન થવા દો, આવા પાણીમાં વરસાદી જંતુઓ અને મચ્છરોની ઉત્પત્તિ થાય છે. ઘરના કુલરની સાફ-સફાઈ સમયસર કરતા રહો.

પાણી પીવો

બને એટલું વધારે પાણી પીવો, જે તમારા શરીરને હાઈડ્રેટેડ રાખશે. તમે નળિયેર પાણી, લીંબુ પાણી, ફ્રૂટ્સનું જ્યુસ,શાકભાજીનું જ્યુસ,સૂપ વગેગેનું સેવન કરી શકો છો.

તમે ચોમાસામાં આ બધી ટિપ્સને ફોલો કરો જે તમને બીમારીઓથી બચાવી શકે છે.

Kidney Stones: પથરીની સમસ્યામાં આ વસ્તુઓથી દૂર રહેવું, સમસ્યા વધી શકે છે