Ahmedabad : અમદાવાદ નજીક 100 kmના એરિયામાં ફરવાલાયક બેસ્ટ લોકેશનની યાદી


By Vanraj Dabhi09, Dec 2024 11:30 AMgujaratijagran.com

અમદાવાદ

જો તમે અમદાવાદ ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો, તમે અમદાવાદ અને તેની આસપાસ આવેલી આ 5 જગ્યાઓ શેર કરવાનું ભુલતા નહીં.

ફરવાના સ્થળ

આજે અમે તમને અમદાવાદ શહેરથી 100 kmના અંતરમાં ફરવાલાયક બેસ્ટ લોકેશન જણાવીશું.

અક્ષરધામ

અમદાવાદ નજીક ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર આવેલું છે, જે ભારતના સૌથી મોટા મંદિરો પૈકીનું એક છે.

નળસરોવર

નળસરોવર પક્ષી અભિયારણ્ય ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભિયારણ્ય છે, જ્યાં સુંદર પક્ષીઓ શિયાળામાં જોવા મળે છે.

દાંડી કુટીર

મહાત્મા ગાંધીને સમર્પિત દાંડી કુટીર સંગ્રહાલય દુનિયાનું સૌથી મોટું સંગ્રહાલય છે, જ્યાં ગાંધીજી સંબંધિત વસ્તુઓ મળે છે.

ઝાંઝરી ધોધ

ચોમાસા પછી ઝાંઝરી ધોધની મુલાકાત તમારી યાદગાર બની જશે.

ઈંદ્રોડા પાર્ક

ઈંદ્રોડા નેચર પાર્ક બાળકોને ફરવા લઈ જવા માટે બેસ્ટ જગ્યા છે.

મહુડી જૈન મંદિર

ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મહુડી શહેરમાં આવેલું એક મહુડી જૈન મંદિરછે.

શ્રી ડભોડિયા હનુમાનજી મંદિર

ગાંધીનગરથી 20 કિમીના અંતરે ખારી નદીના કિનારે ડભોડા ગામ આવેલું છે. અહીં 1000 વર્ષ જૂનું હનુમાનજીનું પ્રાચીન મંદિર છે.

વાંચતા રહો

ટ્રાવેલ સંબંધિ તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વિશ્વમાં સૌથી લાંબુ છે ભારતનું આ રેલવે પ્લેટફોર્મ