તડબૂચ ખાવાના 5 મોટા ફાયદા, હાડકા બનાવશે મજબૂત, બીમારીથી બચવાનો રામબાણ ઉપાય


By Smith Taral12, Mar 2024 10:55 AMgujaratijagran.com

ઉનાળાની શરુઆત થઈ ગઈ છે, ગરમીના દિવસોમાં શરીરમાં પાણીની માંગ વધી જાય છે તેવામાં પુષ્કળ પાણી પીવું જરુરી બને છે. તડબૂૂચ ઉનાળામાં ખાવા માટે સૌથી આરોગ્યપ્રદ ફળ છે, તેમા પાણીનું પ્રમાણ ખૂબ હોય છે સાથે તે પોષકતત્વોથી પણ ભરપૂર હોય છે. આજે આપણે તડબૂચ ખાવાના 5 મોટા ફાયદા વિશે જાણીશું

હૃદય માટે ફાયદાકારક

તડબૂચ સિટ્રુલિન નામના એમિનો એસિડથી ભરપૂર હોય છે જે શરીરમાં લોહીને પરીભ્રમણમાં મદદ કરે છે અને બ્લડ પ્રેશર ઘટાડી શકે છે.

વજન ઘટાડેે છે

તડબૂચમાં ઓછી કેલરી અને ખૂબ જ ઉચ્ચ ફાઇબર રહેલુ હોય છે, સાથે તેમા પાણીનું પ્રમાણ વધુ હોય છે જેનાથી પેટ જલદી ભરાય છે. તડબૂચ ખાવાથી શરીર ડીહાઈડ્રટ પણ નથી થતું

કબજિયાત દૂર કરે છે

તડબૂચનું નિયમિત સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે, તેમજ એનિમિયાના તડબૂચનો જ્યુસ પીવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ઈમ્યુનિટી બુસ્ટર

ડબૂચનું સેવન કરવાથી ઈમ્યુનિટી મજબૂત બને છે. તેમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં રહેલું ફાઈબર આંતરડાને સ્વસ્થ રાખે છે.

હાડકા માટે ફાયદાકારક

માત્ર તડબૂચ જ નહીં, તેના બીજ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તડબૂચના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન, ઝિંક, ફોલેટ, પોટેશિયમ અને કોપર ભરપૂર માત્રામાં જોવા મળે છે જે હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે

શું તમે પણ દરરોજ એનર્જી ડ્રિંક્સ પીવો છો? જાણી લો તેના ગંભીર નુકશાનો વિશે