શું તમે પણ દરરોજ એનર્જી ડ્રિંક્સ પીવો છો? જાણી લો તેના ગંભીર નુકશાનો વિશે


By Vanraj Dabhi11, Mar 2024 11:03 AMgujaratijagran.com

એનર્જી ડ્રિંક્સ

આજકાલ લોકો ઘણા બધા એનર્જી ડ્રિંક્સ પીતા હોય છે.આ ડ્રિંક્સ લોકોના જીવનનો એક ભાગ બની રહ્યું છે. આ ડ્રિંક્સ ભલે સ્વાદમાં સારું હોય,પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

હાનિકારક છે?

તમને જાણીને નવાઈ લાગશે કે આ એનર્જી ડ્રિંક તમને ગંભીર બીમારીઓનો શિકાર બનાવી શકે છે.એનર્જી ડ્રિંકનું સેવન કરવાથી હૃદય અને કિડની સંબંધિત બીમારીઓ થઈ શકે છે.

ડિહાઇડ્રેશન

જો તમે તમારી તરસ છીપાવવા માટે પાણીને બદલે એનર્જી ડ્રિંક પીઓ છો, તો તમે ડિહાઇડ્રેશનનો ભોગ બની શકો છો.

બ્લડપ્રેશર

એનર્જી ડ્રિંક પીવાથી હૃદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.આ ઉપરાંત આ ડ્રિંક્સ બ્લડપ્રેશર અને ચિંતામાં પણ વધારો કરે છે.

ડાયાબિટીસ

એનર્જી ડ્રિંક બનાવવામાં ખાંડનો ઉપયોગ થાય છે,તે ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે.

દાંત ખરાબ કરે છે

એનર્જી ડ્રિંક્સ પીવાથી દાંતના બહારના પડને ઈનેમલને નુકસાન થાય છે.

મગજ પર અસર કરે છે

એનર્જી ડ્રિંક્સ બાળકોના મગજ પર ખરાબ અસર કરે છે. આનાથી મનોવૈજ્ઞાનિક વિકૃતિઓનું જોખમ પણ વધે છે.

વાંચતા રહો

એનર્જી ડ્રિંક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.સ્વાસ્થ્ય સંબંધિત આવા તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આંકડાના માત્ર 2 પાનથી સુગર કંટ્રોલ કરી શકાય છે, જાણો કેવી રીતે