મેડિકલ ટુરીઝમ એટલેે જ્યારે તમે કોઈ રોગ અથવા બીમારીની તબીબી સારવાર અથવા આરોગ્ય સેવાઓ માટે અન્ય દેશમાં મુસાફરી કરો છો તેને મેડિકલ ટુરીઝમ કહેવામાં આવે છે. ભારતના રાજ્યો પણ તેના મેડિકલ ટુરીઝમ માટે જાણીતા છે, જ્યા ઓછા ખર્ચે ઉચ્ચ ગુણવત્તાની સારવાર મળે છે. ચાલો તો જાણીએ કયા છે એ મેડિકલ ટુરીઝમ ડેસ્ટીનેશન
ભારત મેડિકલ ટુરિઝમ ઈન્ડેક્સ (MTI)માં 10મા ક્રમ પર આવે છે છે અને વૈશ્વિક સ્તરે વેલનેસ ટૂરિઝમ માર્કેટમાં 12માં ક્રમે આવે છે.
ચેન્નાઈ કાર્ડિયાક, ઓર્થોપેડિક, અને કોસ્મેટિક સારવાર માટે પ્રખ્યાત છે, અહીં આને લગતી શ્રેષ્ઠ સારવાર મળી રહે છે. અહીં મેડીકલની ટોપ નોચ હોસ્પિટલો જેવી કે એપોલો અને ગ્લોબલ આવેલી છે
કેરળને આયુર્વેદ હેવન કહેવામાં આવે છે. અહી કલારી કોવિલાકોમ નામનું વિશ્વ-કક્ષાનું આયુર્વેદ રિસોર્ટ આવેલું છે. અહીં યોગ અને ધ્યાનની સાથે પરંપરાગત આયુર્વેદિક ઉપચારો દ્વારા માનસિક અને શારિરીક સંબધિત સમસ્યા માટેની સારવાર આપવામાં આવે છે
દિલ્હીમાં જટિલ સર્જરી અને ટ્રાન્સપ્લાન્ટ માટે અંત્યાધુનીક યંત્રો અને ટેકનોલોજીથી સજ્જ મેક્સ હેલ્થકેર અને એઈમ્સ(AIIMS) જેવી મેડીકલ ઈન્સ્ટીટ્યુટ આવેલી છે.
બેંગ્લોર ટેક હબ તરીકે જાણીતું છે. અહી મણિપાલ અને ફોર્ટિસ જેવી અદ્યતન હોસ્પિટલો આવેલી છે જે રોબોટિક્સ ટેકનોલોજીમાં વિશેષતા ધરાવે છે.
કુદરતી સૌદર્ય, અને આરામદાયક વાતાવરણ ઉપરાંત ગોવા કોસ્મેટિક અને ડેન્ટલની સારવાર માટે શ્રેષ્ઠ જગ્યા છે.