વિશ્વમાં આ 5 દેશમાં વસવાટ કરે છે સૌથી વધુ શાકાહારી લોકો, જાણો આ માહિતી


By Nileshkumar Zinzuwadiya06, Oct 2024 06:06 PMgujaratijagran.com

ભારત

વર્લ્ડ એટલસ ડોટ કોમની માહિતી પ્રમાણે વિશ્વમાં સૌથી વધારે શાકાહારી લોકો ભારતમાં છે. ભારતની આશરે 38 ટકા વસ્તી શાકાહારી છે.

ઈઝરાયેલ

વિશ્વમાં સૌથી વધુ શાકાહારી લોકોની યાદીમાં ભારત બાદ ઈઝરાયેલ આવે છે. અહીં વર્ષ 2012માં સૌથી વિશાળ શાકાહારી મહોત્સવ યોજાયો હતો, જેમાં 15 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

તાઈવાન

તાઈવાનમાં આશરે 13 ટકા પ્રજા શાકાહારી છે. આ દેશને શાકાહારીઓ માટે અનુકૂળ માહોલ તરીકે માન્યતા આપવામાં આવેલી છે.

ઈટાલી

યુરોપીયન દેશ ઈટાલી સૌથી વધારે શાકાહારી લોકોની યાદીમાં ચોથા ક્રમાંક પર આવે છે. આ દેશની કુલ વસ્તીના 10 ટકા લોકો શાકાહારી છે.

ઓસ્ટ્રિયા

ઓસ્ટ્રિયાની આશરે 9 ટકા વસ્તી શાકાહારી છે. આ દેશમાં છેલ્લા કેટલાક સમયથી સતત શાકાહારી લોકોની સંખ્યા વધી રહી છે.

Farali French Fries: નવરાત્રીના ઉપવાસ માટે ફરાળી ફ્રેન્ચ ફ્રાઈસની રેસીપી