નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાનું મન થાય તો, તમે ઘરે ફરાળી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી શકો છો.
બટાકા, મીઠું, મરી પાઉડર, લાલ મરચા, કોથમરી, રાજગરાનો લોટ, લીંબુ, તેલ.
સૌ પ્રથમ બકાટાને ધોઈ સાફ કરી છાલ ઉતારીને ફ્રેન્ચ ફ્રાય આકારમાં કાપી લો.
હવે એક તપેલીમાં પાણી ગરમ કરી તેમાં થોડું મીઠું ઉમેરીને ફ્રેન્ચ ફ્રાય નાખીને ઉકાળો.
હવે પાણી નિતારીને કોટનના કપડામાં મૂકી ઠંડા થવા દો.
હવે તેમા મીઠું, મરી પાવડર, લીલા મરચા, કોથમરી, થોડો ફરાળી રાજગરાનો લોટ ઉમેરી બધું બરાબર મિક્સ કરો.
હવે લીંબુનો રસ, થોડું પાણી અને જરૂર મુજબ લોટ ઉમેરીને મિક્સ કરો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તળી લો અને પછી ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.