સેન્ડવીચ તો દરેક લોકોને પસંદ હોય છે, તેથી ઉપવાસમાં ખાવા માટે ફરાળી સેન્ડવીચ બનાવવાની રીત જોણી લો.
બાફેલા બટાકા, તેલ, આદુ-મરચાની પેસ્ટ, કોથમરી, જીરૂ, હિંગ, હળદર, સામો, સાબુદાણા, દહીં, મીઠું, આમચૂર, મરી પાઉડર.
સૌ પ્રથમ બટાકાને બાફી તેની છાલ કાઢીને તેની મેશ કરો અને સામો અને સાબુદાણાને એક મિકસરમાં નાખીને પીસી લો.
હવે તેમાં આમચૂર, ધાણાભાજી, આદુ-મરચાની પેસ્ટ વગેરે બધા મસાલા ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક પેનમા તેલ ગરમ કરી તેમાં જીરૂ આદું મરચાની પેસ્ટ નાખી હીંગ નાખવી સાંતળી લો.
હવે ટોસ્ટમા તેલ કે બટર લગાવીને સ્ટફિંગ ભરી ગરમ કરી શેકી લો.
તૈયાર છે ફરાળી સેન્ડવીચ તમે ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.