Farali Bhel: નવરાત્રીમાં ઉપવાસ માટે ઘરે ટ્રાય કરો બાફેલી સીંગની ચાટ


By Vanraj Dabhi06, Oct 2024 03:18 PMgujaratijagran.com

બાફેલી સીંગની ચાટ

નવરાત્રીના ઉપવાસમાં સીંગદાણાની વિવિધ રેસીપી ટ્રાય કરતા હોય છે, તમે ઘરે સીંગદાણાની ચાટ બનાવવી શકો છો.

સામગ્રી

મગફળી, બટેટા, કાકડી, લીંબુ, દાડમના દાણા, લીલી ચટણી, કાળા મરી પાવડર, શેકેલું જીરું પાઉડર, કોથમીર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં સીંગદાણા પાણી,બટાકાના બે ભાગ કરીને થોડું મીઠું ઉમેરીને 3 કે 4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.

સ્ટેપ-2

હવે એક મિક્સર જારમાં લીલા મરચા,આદુ,સીંગદાણા,ફુદીનો-કોથમરી,લીંબુનો રસ અને ખાંડ ઉમેરીને ગ્રાઈન્ડ કરી પછી થોડું પાણી ઉમેરીને ચટણી બનાવી લો.

સ્ટેપ-3

હવે એક બાઉલમાં બાફેલા સીંગદાણા,બાફેલ બટાકા,સમારેલી કાકડી,મીઠું,શેકેલ જીરું,મરી પાઉડર ઉમેરો.

સ્ટેપ-4

હવે તેમાં લીલી ચટણી,કોથમરી,લીંબુનો રસ,દાળમના દાણા,ફરાળી ચેવડો ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે ચટપટી બાફેલી સીંગદાણીની ચાટ તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dudhi Halwa: દૂધીનો હલવો બનાવવાની યુનિક રીત