હલવો તો દરેક લોકોને પસંદ હોય છે, દૂધીનો હલવો બનાવવી શકો છો.
દૂધી, ખાંડ, ખોયા, દૂધ, એલચી પાવડર, ઘી, ડ્રાયફ્રૂટ્સ.
દૂધીનો હલવો બનાવવા માટે સૌપ્રથમ દૂધીને છાલ ઉતારીને છીણીને પછી તેમાંથી પાણી કાઢી લો.
હવે એક પેન લો અને તેમાં 2 ચમચી ઘી નાખી ગેસ પર ગરમ કરીને તેમાં છીણેલી દૂધી નાખો.
હવે દૂધીને મધ્યમ આંચ પર સારી રીતે પકાવો પછી તેમાં દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
દૂધ સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યાં સુધી તેને પાકવી તેમાં ખાંડ અને માવો નાખીને મિક્સ કરી લો.
હલવો ઘટ્ટ થાય એટલે તેમાં કાજુ, બદામ અને એલચી પાવડર નાખી ગેસ બંધ કરી દો.
દૂધીનો હલવો તૈયાર છે તમે તેને ગરમા-ગરમ અથવા ઠંડો થયા પછી સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.