PPF અકાઉન્ટ મારફતે માતા-પિતા જે પણ રકમ જમા કરે છે, વાર્ષિક રૂપિયા 46,800 ઈન્કમ ટેક્સ બચત પણ કરી શકે છે
PPF ખાતું પોસ્ટ ઓફિસ અથવા કોઈપણ બેન્કમાં જઈ ખોલાવી શકાય છે. ખાતામાં વર્ષે ઓછામાં ઓછા 500 અને મહત્તમ રૂપિયા 1.50 લાખ જમા કરી શકાય છે.
અત્યારે તેના પર સરકાર 7.1 ટકા વ્યાજ આપી રહી છે. દિકરાના જન્મ સમયે આ ખાતું ખોલાવી તેમાં 1લી એપ્રિલના રોજ દર વર્ષે 1.50 લાખ રૂપિયા જમા કરાવો.
આ રીતે મેચ્યુરિટીના સમયે કુલ પૈસા રૂપિયા 40,68,209 જમા થઈ જશે. ત્યારબાદ વધુ 5 વર્ષ એક્સટેન્ડ કરાવો, અને રોકાણને જાળવી રાખો.
ત્યારપછીના મેચ્યોરિટી સમયે કુલ રૂપિયા 66,58,288 જમા થઈ જશે અને વ્યાજ 36,58,288 હશે.ત્યારબાદ વધુ એક વખત પાંચ વર્ષ એક્સટેન્શન કરી પાકવાના સમયે રૂપિયા 1,03,08,014 જમા થશે.