કેલ્શિયમ હાડકાંને મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે, આ તેની ઘનતા, મજબૂતાઈ સુનિશ્ચિત કરે છે
અંજીર એ કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વો ધરાવે છે જે હાડકાના સ્વાસ્થ્ય અને સ્નાયુઓનો સ્વસ્થ રાખે છે અને તેને મજબૂત બનાવે છે
પ્રુન્સમાં ફાઇબરની માત્રા વધુ હોય છે અને તેમાં કેલ્શિયમ પણ સારી માત્રામાં રહેલું હોય છે. વધુમાં, તેમાં વિટામિન K હોય છે, જે હાડકા ને મજબૂત કરે છે
નારંગીનું સેવન કરવું હાડકાના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. આમાં રહેલું વિટામિન સી શરીરમાં કેલ્શિયમ શોષણને વધારે છે અને હાડકાં મજબૂત કરે છે.
કીવી ફળોમાં વિટામિન સી અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે.
બ્લેકબેરી વિટામિન K અને મેંગેનીઝથી ભરપૂર હોય છે, જે બંને હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી વિટામીન છે