જો તમારામાં B12ની ઉણપ હોય તો નિવારણ માટે આ પગલા લો


By Smith Taral19, Apr 2024 12:45 PMgujaratijagran.com

B12 જરૂરી છે

શરીરમાં રેડ સેલ્સ બનવા અને નર્વસ સિસ્ટમ સારી રીતે કાર્યક્ષમ રાખવા માટે શરીરમાં વિટામીન B12ની ઘણી જરુર હોય છે.

વિટામિન B12 જરૂરી છે.

વિટામિન B12ની ઉણપને કારણે થાક, સ્નાયુઓની નબળાઈ, મૂડ સ્વિંગ જેવા લક્ષણો જોવા મળે છે.

ચહેરા પર તેની અસર

શરીરમાં વિટામીન B12 ની ઉણપ ત્વચા પર પણ અસર કરે છે, તેના લીધે ત્વચા પર જલ્દી કરચલીઓ પણ દેખાવા લાગે છે

આ લોકોને વધુ જોખમ

ડાયેટિશિયન સુરભી પારીકના જણાવ્યા મુજબ, શાકાહારી અને વેગન ડાયટ ફોલો કરતા મોટાભાગના લોકો વિટામિન B12ની ઉણપથી ડરતા હોય છે.

કારણ શું છે

વિટામિન B12 ખોરાક ખાસ કરીને નોન વેજમાથી મળે છે અને વનસ્પતિ આધારિત ખોરાકમાંથી ઓછો મળે છે

શાકાહારી ખોરાકમાં B12

ડેરી પ્રોડક્ટસમાંથી વિટામીન B12 મેળવી શકાય છે આ સિવાય સોયા પ્રોડક્ટસમાંથી મેળવી શકાય છે, જો કે તેમાથી વધુ B12 મળતું નથી.

B12 ઉણપ હોય તો શું કરવું?

ડાયેટિશિયન સુરભી પારીક કહે છે કે શાકાહારી અથવા વેગન લોકોમાં વિટામિન B12 ની ઉણપ હોય તો તેમને સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર પડી શકે છે.

ઉનાળામાં યોગ્ય માત્રામાં ગોળ ખાવાથી મળશે અનેક ઘણા ફાયદા