ગોળમાં નેચરલ સ્વીટનર તરીકે કામ કરે છે, તેમા ભરપૂર માત્રામાં નેચરલ સુગર રહેલું હોય છે. તેને શેરડી અથવા ખજૂરના રસમાંથી તૈયાર કરવામાં આવે છે.
ઉનાળામાં ગોળ ખાવાથી નુકસાન થાય છે તેવું ઘણા લોકો માને પરંતુ આ સિઝનમાં તેનું સેવન કરવાના ઘણા ફાયદા પણ છે
ગોળમાં વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે, જેમ કે વિટામિન બી કોમ્પ્લેક્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક જે શરીરના સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે
ગોળમાં પાચક ઉત્સેચકો રહેલા હોય છે, જે ખોરાકને પચાવવામાં મદદરૂપ થાય છે. જો તમને પેટ સંબધિત કોઈ સમસ્યા રહેતી હોય તો તમારે ગોળ ચોકક્સથી ખાવો જોઈએ
સવારે ખાલી પેટે ગોળનું પાણી પીવાથી પણ વજન ઘટાડવામાં મદદ મળે છે.
ગોળમાં સારી માત્રામાં આયર્ન હોય છે, માટે તેનું નિયમિત સેવનથી કરવાથી પુરતી માત્રામાં આયર્ન મળે છે. શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે