રોજ સવારે જોગીંગ કરવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. નિષ્ણાતોના મત પ્રમાણે રોજ સવારે 30 મિનીટ સુધી દોડવાથી હાર્ટ સંબઘિત અને ડાયાબિટીઝ જેવી બીમારીયોથી બચી શકાય છે. ચાલો આ કસરત કરવાથી મળતા ફાયદા વિશે વિસ્તારથી જાણીએ.
દરરોજ દોડવાથી શરીરમાં રહેલી એક્સ્ટ્રા કેલેરી બર્ન થઈ જાય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
રોજ દોડવાથી શરીરમા બ્લડ સરક્યુલેશન વધે છે, બ્લડ સરક્યુલેશન વધવાથી ડાયાબિટીઝ અને હાર્ટ સંબધિત બીમારીયોનું જોખમ ઘટી જાય છે.
દોડવાથી તમારા શરીરની સારી એક્સરસાઈઝ થાય છે તેનાથી તમારા શરીરના બધા અંગો સ્વસ્થ બને છે.
રોજ 30 મિનીટ દોડવાથી માંસપેશિયો મજબૂત બને છે, સાથે જોગીંગ કરવાથી હાડકાઓ પણ મજબૂત થાય છે.
રોજ દોડવાથી તમે આ પ્રકારના લાભ મેળવી શકો છો.સ્વાસ્થ્ય સંબધિત અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.