ઘણા લોકોની બેસવાની રીત ખોટી હોય છે, જે લાંબા ગાળે શરીરના પોસ્ચર પર અસર કરે છે. જો તમને પણ નીચે નમીને ચાલવાની ટેવ હોય અને પીઠમા દુખાવાની સમસ્યા રહેતી તો આનાથી છુટકારો મેળવવા માટે તમે આવી કેટલીક કસરતો કરી શકો છો.
આ એક્સરસાઈઝ મસલ્સને એક્ટીવ કરે છે, આ કરવાથી આના કોર મસલ્સને અને કરોડરજ્જુને મજબૂત બનાવે છે, અને તમારા પોસ્ચરમા સુધાર આવે છે.
આ તમારી સ્પાઈને ફ્લેક્સીબલ બનાવે છે, આ સાથે કરોડરજ્જુમા પણ સુધાર થાય છે, અને તેનું હલનચલન પણ સારુ થાય છે. કેટ-કાઉ પોઝ કરવાથી તમારુ પોસ્ચર સારુ થઈ શકે છે.
જો તમારી પીઠમાં તકલીફ રહેતી હોય તો તમે કોબરા પોઝ એક્સરસાઈઝ કરી શકો છો. જો તમારા કામમા ડેસ્ક જોબ રહેતી હોય તો તમારે આ ચોક્કસપણે કરવી જોઈએ, આનાથી તમારી લોવર બેકની સમસ્યામા રાહત મળે છે.
શરીરના મસલ્સને એક્ટીવ કરવા માંગતા હોવ અને શરીરની જકડનથી પરેશાન હોવ તો તમને આ કસરત આરામ આપી શકે છે. આ કસરત કરવાથી તમારા કરોડરજ્જુ અને લોવર બેકને આરામ મળે છે.
તમારે પોસ્ચરને સારુ કરવા લાંબા સમય સુધી ડેસ્ક પર નમીને ના બેસવું જોઈએ. આનાથી ખરાબ મુદ્રા, ગરદન અને પીઠની માંસપેશીઓ પર તણાવ આવે છે.
આ એક્સરસાઈઝ કરવાથી તમે તમારા પોસ્ચરમાં સુધાર લાવી શકો છો. સ્વાસ્થ્ય સંબધિત અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.