શેરબજારમાં ટોચની 10 પૈકી પાંચ કંપનીનું બજાર મૂડીકરણ ગત સપ્તાહમાં રૂપિયા 4,23,014.4 કરોડ વધ્યું છે. સૌથી વધારે HDFC બેંકના એમ-કેમમાં ઉમેરો થયો છે.
બજાર મૂડીકરણની દ્રષ્ટિએ સૌથી મોટી કંપની તરીકે HDFC બેંકે બીજુ સ્થાન હાંસલ કરી લીધુ છે. તેણે TCSને પણ પાછળ છોડી દીધી છે.
ગત સપ્તાહમાં BSEનો 30 શેરથી બનેલો સેન્સેક્સ 623.36 પોઇન્ટ અથવા 0.94 ટકા સુધર્યો હતો.
SBIના બજાર મૂડીકરણમાં રૂપિયા 27,220.07 કરોડનો વધારો થયો છે. જ્યારે ICICI બેંકનું બજાર મૂડીકરણ રૂપિયા 24,575.78 કરોડ વધી રૂપિયા 6,97,413.50 કરોડ થયું છે.
ITCનું બજાર મૂડીકરણ પણ રૂપિયા 21,972.81 કરોડ વધી રૂપિયા 6,09,924.24 કરોડ થયું છે. જ્યારે બજાજ ફાયનાન્સનું બજાર મૂડીકરણ રૂપિયા 6,137.96 કરોડ વધી રૂપિયા 4,59,425.99 કરોડ થયું છે.