ગંદી ટાઈલ્સ સાફ કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો, પછી જુઓ કમાલ


By Sanket M Parekh22, Jul 2023 04:30 PMgujaratijagran.com

ડાયરેક્ટ ક્લીનર ના લગાવશો

ટાઈલ્સને સાફ કરવા માટે ડાયરેક્ટ ક્લીનર વગેરેનો ઉપયોગ ના કરશો. ટાઈલ્સ પર કોઈ પણ લિક્વિડનો ઉપયોગ કરતા પહેલા તેને સાફ કરી લો.

ટાઈલ્સને ઘસશો નહીં

સફાઈ કરતા સમયે ટાઈલ્સને ઘસશો નહીં. આમ કરવાથી ટાઈલ્સમાં સ્ક્રેચ પડી જાય છે. ખાસ કરીને જો ટાઈલ્સનો રંગ સફેદ હોય, તો સ્ક્રેક સરળતાથી જોવા મળશે.

ડાઘ તાત્કાલિક હટાવો

જો ટાઈલ્સ પર કોઈ ડાઘ લાગી ગયો હોય, તો ખાસ કરીને તેલ અથવા હળદરનો તો તાત્કાલિક સાફ કરો, નહીંતર ડાઘ પછી જલ્દી નહીં નીકળે.

ગરમ પાણીનો ઉપયોગ કરો

જો ટાઈલ્સ પીળી પડી ગઈ હોય, તો સૌ પ્રથમ તમારે તેને પાણીથી સાફ કરવી જોઈએ. ગરમ પાણીનો ઉપયોગ કરો. જેથી ટાઈલ્સ સરળતાથી સાફ થઈ જશે.

મલ્ટી પર્પજ ક્લિનર આવશે કામ

ટાઈલ્સને મલ્ટી પર્પજ ક્લીનરથી સાફ કરો. આથી ક્લીનર ખરીદતા પહેલા બોટલ પર લખેલી જાણકારી જરૂર વાંચી લો.

સ્વચ્છ કપડાનો ઉપયોગ કરો

બાથરૂમથી લઈને કિચન સુધી ટાઈલ્સને સાફ કરતા સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે, એક જ કપડાનો વારંવાર ઉપયોગ તો નથી થઈ રહ્યો ને.

હાઈડ્રોક્લોરિક એસિડ ક્લીનરનો ઉપયોગ ના કરશો

એવા ક્લીનરનો ઉપયોગ ના કરો, જેમાં હાઈડ્રોક્લોરિક એસિડ મળી આવે છે. જે ટાઈલ્સને નુક્સાન પહોંચાડી શકે છે.

સપ્તાહમાં ફક્ત 5 દિવસ કામ, બેંક કર્મચારીઓ માટે આવતા સપ્તાહે નિર્ણય લેવાશે