સરકારી બેંકોના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સપ્તાહમાં 5 દિવસ વર્કિંગ તથા સેલરીના વધારવા સહિતના પડતર પ્રશ્નો અંગે આગામી સપ્તાહે એક બેઠક યોજાશે.
બેંક યુનિયન અને બેંક એસોસિએશન વચ્ચે 28 જુલાઈના રોજ બેઠક યોજાવા જઈ રહી છે. બેંક યુનિયન લાંબા સમયથી 5 દિવસ વર્કિંગની માંગ કરી રહ્યા છે. આ અંગે પણ નિર્ણય લેવામાં આવશે.
બેંક કર્મચારીઓ માટે દરરોજ 40 મિનિટનો વર્કિંગ ટાઈમ વધશે. નેગોશિએબલ ઈન્સ્ટુમેન્ટ એક્સની કલમ 25 અંતર્ગત નોટિફિકેશન ઈશ્યુ કરવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તમામ મુદ્દાને લઈ 1લી ડિસેમ્બર અગાઉ ઉકેલવા ઈચ્છે છે. સપ્તાહમાં 5 દિવસ કામને લઈ સરકારને કોઈ જ વાંધો નથી.