AI દ્વારા દર્શાવવામાં આવેલી આ તસવીરમાં એક મોટા હૉલમાં અનેક લોકોને ખરીદી કરતા જોઈ શકાય છે. આગામી સમયમાં આપણને કંઈક આવા બજાર જોવા મળી શકે છે.
આગામી 50 વર્ષોમાં આપણને ફૂડ્સની દુકાનો કંઈક આ રીતે જોવા મળી શકે છે. આ તસવીરમાં કેટલોક સામાન કાચમાં બંધ રાખવામાં આવ્યો છે અને કેટલોક ટેબલ પર સજાવવામાં આવ્યો છે.
AIએ કપડાના બજારને ખૂબજ રૉયલ તરીકે દર્શાવ્યું છે. કેટલાક વર્ષો બાદ આપણને આ પ્રકારની કપડાની દુકાનો જોવા મળી શકે છે.
શું ક્યારેય તમે આ ડિઝાઈનની દુકાનો જોઈ છે? આ તસવીરમાં AIએ બજારને ખૂબ જ સુંદર રીતે દર્શાવ્યું છે. જેમાં માર્કેટને ફૂલોથી સજાવવામાં આવી છે.
આ તસવીરને જોઈને લાગી રહ્યું છે કે, એક શહેરને ફૂલોથી સજાવી દેવામાં આવ્યું છે. AI મુજબ, 50 વર્ષ બાદ આપણને ફૂલોનું બજાર કંઈક આવું જોવા મળી શકે છે.
તમે વાનમાં લોકોને અનેક પ્રકારનો સામાન વેચતા તો જોયા જ હશે, પરંતુ શું તમે ક્યારેય આવી વાનમાં શાકભાજી કે ફળ વેચતા લોકોને જાયો છે. AI અનુસાર, આગામી સમયમાં લોકો આ પ્રકારે સામાન વેચતા જોવા મળી શકે છે.
AI દ્વારા દર્શાવવામાં આવેલી આ તસવીરમાં માર્કેટને લાઈટ્સથી સજાવવામાં આવેલી જોઈ શકાય છે. 50 વર્ષ બાદ આપણને માર્કેટ આ પ્રકારની લાઈટ્સથી સજાવેલા જોવા મળી શકે છે.