વિદેશી હૂંડિયામણ ભંડોળ 600 ડોલરને પાર થયું, 15 મહિનાની ઊંચી સપાટીએ


By Nileshkumar Zinzuwadiya22, Jul 2023 04:07 PMgujaratijagran.com

વિદેશી હૂંડિયામણ તોતિંગ ઉછાળો

દેશનું વિદેશી હૂંડિયામણ 14 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 12.74 અબજ ડોલર વધીને 609.02 અબજ ડોલર થયું છે. અગાઉના સપ્તાહમાં કુલ વિદેશી ભંડોળ 1.23 અબજ ડોલર વધી 596.28 અબજ ડોલર થયું હતું.

600 અબજ ડોલરને પાર

આ સાથે લાંબા સમય બાદ ભારતના વિદેશી હૂંડિયામણનું ભંડોળ 600 અબજ ડોલરની સપાટીને પાર થયું છે. આ સાથે તે 15 મહિનાની ઊંચી સપાટીને સ્પર્શી ગયું છે.

ઓક્ટોબર,2021માં 645 અબજ ડોલર હતું

દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ ઓક્ટોબર,2021માં 645 અબજ ડોલરના વિક્રમજનક સ્તરે પહોંચ્યું હતું. જોકે વૈશ્વિક ઘટનાઓને પગલે દબાણ સર્જાતા ત્યારબાદ નોંધપાત્ર ઘટાડો થયેલો

ગોલ્ડ ભંડાળ 1.14 અબજ ડોલર

RBIની માહિતી પ્રમાણે ગોલ્ડના ભંડારનું મૂલ્ય 1.14 અબજ ડોલર વધી 45.19 અબજ ડોલર થયું હતું. SDR 25 કરોડ ડોલર વધી 18.48 અબજ ડોલર થયું છે.

ચણાની દાળમાંથી બનાવો આ ટેસ્ટી વાનગીઓ