ચણાની દાળમાંથી બનાવો આ ટેસ્ટી વાનગીઓ


By Jivan Kapuriya21, Jul 2023 04:57 PMgujaratijagran.com

દાળ ફ્રાય

ચણાની દાળમાંથી તમે સ્વાદિષ્ટ દાળ ફ્રાય બનાવી શકો છો. ઉત્તર ભારતમાં તેને તડકા તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં કઠોળ પહેલા બાફવામાં આવે છે અને પછી તેને ડુંગળી,ટામેટાં, મરચાં વગેરે ઉમેરીને વઘારવામાં આવે છે.

દાળ પરાઠા

ચણાની દાળને બાફીને તેમાં મસાલા અને મીઠું નાખીને પકાવો અને પછી લોટ વચ્ચે દાળને નાખી અને રોટલી જેમ પરાઠા બનાવો. પછી તેમાં ઘી નાખીને શેકી લો. હવે દાળ પરાઠા તૈયાર છે.

હલવો

તમે ચણાની દાળમાંથી મીઠાઈ માટે હલવો પણ બનાવી શકો છો.તેને બનાવવા માટે પહેલા ચણાની દાળ ને બાફી લો અને પછી તેને મેશ કરીને ઘીમાં તળી લો, પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ, માખણ,ખોવા વગેરે ઉમેરીને હલવો બનાવી લો.

બરફી

તમે ચણાની દાળમાં ઘી, ડ્રાયફ્રૂટ્સ, ખોવા, નારિયેળ વગેરે ઉમેરીને બરફી બનાવી શકો છો. આ ખાવામાં ખૂબ જસ્વાદિષ્ટ હોય છે.

ટિક્કી

તમે ચણાની દાળમાં બટાકા ઉમેરીને ટિક્કી બનાવી શકો છો. તમે તેને સાંજના નાસ્તામાં ચટણી સાથે ખાઈ શકો છો.

દુધી-ચણા દાળ

તમે દાળ સાથે દુધી મિક્સ કરીને હેલ્દી ડિશ તૈયાર કરી શકો છો. તમે આ ડિશને તમે ભાત કે રોટલી સાથે ખાઈ શકો છો.

દાળ પીઠા

ચણાની દાળનું સ્ટફિંગ બનાવો અને તેને ચોખાના લોટની રોટલીમાં ભરી લો અને પછી તેને પાણીમાં ઉકાળીને દાળ પીઠા બનાવવો. આ વાનગી ખાવામાં અદ્ભુત લાગે છે.

ચટણી

ચણાની દાળને તવા પર ધીમી શેકી લો, તેમાં લીલા મરચાં,લસણ, વગેરે નાખીને ગ્રાઈનર વડે પીસી લો. પછી થોડુ સરસોવનું તેલ નાખીને ચટણી બનાવો. આને તમે ભાત રોટલી વગેરે સાથે ખાઈ શકો છો.

તમે ચણાની દાળમાંથી આ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો.

સ્મોકિંગની આદત છોડવા માંગતા હોવ, તો આજે જ અપનાવો આ ઘરેલુ નુસખા