સ્મોકિંગની આદત છોડવા માંગતા હોવ, તો આજે જ અપનાવો આ ઘરેલુ નુસખા


By Sanket M Parekh21, Jul 2023 04:17 PMgujaratijagran.com

સિગારેટ

સ્મોકિંગ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જેનાથી અનેક ગંભીર બીમારીઓ થાય છે. સિગારેટની આદતથી પરેશાન છો અને છોડી નથી શકતા, તો એક વખત આ ઉપાય અજમાવી જુઓ.

લીંબુ-પાણી

સવારે હુંફાળા પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી સિગારેટની આદતથી છૂટકારો મેળવી શકાય છે, કારણ કે લીંબુ ધુમ્રપાન કરનારા લોકોના ટિશૂઝને શોષી લે છે.

મુલેઠી

મુલેઠીનો સ્વાદ સ્મોકિંગની ઈચ્છાને રોકવામાં મદદ કરી શકે છે. તમે મોંઢામાં મુલેઠીના નાનો ટૂકડો રાખીને ચાવ્યા રાખો.

વરિયાળી

વરિયાળી પણ સિગારેટની આદત છોડવા માટેનો ઉમદા વિકલ્પ છે. જ્યારે પણ સિગારેટ પીવાની ઈચ્છા થાય, ત્યારે થોડી વરિયાળી ખાઈ લો.

મૂળો

મૂળાના સેવનથી સ્મોકિંગની આદતથી છૂટકારો મેળવી શકાય છે. આ માટે મૂળાના રસનુ મધ સાથે સેવન કરો.

આદુ-આમળા

સિગારેટ છોડવામાં આદુ અને આમળાનો પાવડર મદદરૂપ થઈ શકે છે. જેનું સેવન કરવાથી સિગારેટ પીવાની આદત ધીમે-ધીમે ઓછી થઈ જશે.

યોગાસન

આ તમામ વસ્તુઓ ઉપરાંત યોગના વિવિધ આસાનો પણ સિગારેટની આદત છોડવામાં મદદ કરી શકે છે. દરરોજ સર્વાગાસન, સેતુ બંધાસન, ભુજંગાસન અને શિશુઆસન જેવા યોગાસન કરો.

શેરબજારમાં ભારે મંદી, સેન્સેક્સ 889 પોઇન્ટ ગગડ્યો