શેરબજારમાં ભારે મંદી, સેન્સેક્સ 889 પોઇન્ટ ગગડ્યો


By Nileshkumar Zinzuwadiya21, Jul 2023 04:13 PMgujaratijagran.com

RIL અને ઈન્ફોસિસ

ભારતીય શેરબજારમાં ઈન્ફોસિસ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો. નબળા પરિણામોને લીધે ઈન્ફોસિસના શેરોમાં ઘટાડો થયો છે.

RIL રૂપિયા 81 ગગડ્યો

બીજી બાજુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેના પરિણામો રજૂ કરે તે અગાઉ શેરબજારમાં શેરમાં આશરે રૂપિયા 81નો ઘટાડો જોવા મળ્યો. RIL રૂપિયા 81 ઘટી રૂપિયા 2539 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ 889 પોઇન્ટ ગગડ્યો

શેરબજાર 888.64 પોઇન્ટ ગગડીને 66684.26 પર બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટી 234.20 પોઇન્ટ ઘટીને 19745 પર બંધ રહી હતી. IT અને ટેકનોલોજી શેરોમાં સૌથી વધારે ઘટાડો થયો.

વૈશ્વિક બજારમાં સુસ્તીને લીધે શણની નિકાસને ફટકો પડ્યો