ઘણા લોકોને સૂપ પસંદ હોય છે, તમે ઘરે ટામેટાનો સૂપ ટ્રાય કરી શકો છો, નોંધી લો રેસીપી.
ટામેટા, લસણ, મીઠું, ઘી, જીરું, તજ, પાણી, લવિંગ, મીઠા લીમડાના પાન, લાલ મરચું, સંચળ પાઉડર, ધાણાજીરું, કાળા મરી પાઉડર, દળેલી ખાંડ, મલાઈ, કોથમરી.
સૌ પ્રથમ ટમેટાને ધોઈ ચાર સ્લાઈસમાં સમારી લો.
હવે એક પ્રેશર કૂકરમાં ટમેટા, લસણની કળી, પાણી, મીઠું ઉમેરીને ત્રણ સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.
હવે બ્લેન્ડર વડે ક્રશ કરી એક બાઉલમાં ગરણી વડે ગાળી લો.
હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં જીરું, તજ, લવિંગ વેગેર મસાલા ઉમેરીને વઘાર કરી લો.
હવે તેમાં ટેમટાનું મિશ્રણ ઉમેરીને તેમાં ધાણાજીરું, લાલ મરચું પાઉડર વગેરે નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં બે ચમચી મલાઈ નાખી સારી રીતે મિક્ કરી કોથમરીથી ગાર્નિસ કરી લો.
તૈયાર છે હેલ્ધી ટમેટા સૂપ, તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.