Kheer Recipe: શ્રાદ્ધ માટે ચોખાની ખીર બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi17, Sep 2024 12:13 PMgujaratijagran.com

ચોખાની ખીર રેસીપી

શ્રાદ્ધમાં ચોખાની ખીર ખાસ બનાવવામાં આવતી હોય છે, તમે ડ્રાયફ્રૂટ્સ અને કેસર ઉમેરી આ રેસીપી ટ્રાય કરી શકો છો.

સામગ્રી

દૂધ, ચોખા, ખાંડ, કિસમિસ, બદામ, કાજુ, પિસ્તા, કેસરના દોરા,એલચી પાવડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ ચોખાને ધોઈને પાણીમાં 1 કલાક માટે પલાળી દો અને બીજા એક વાસણમાં 2 ચમચી દૂધમાં કેસરના દોરા નાખીને પલાળી દો.

સ્ટેપ-2

હવે એક કઢાઈમાં દૂધને ધીમી આંચ પર ગરમ કરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો

સ્ટેપ-3

હવે તેમાં પલાળેલા ચોખા અને ખાંડ નાખીને 15 મિનિટ પકાવો.

સ્ટેપ- 4

તૈયાર કરેલી ખીરમાં એલચી પાવડર અને કેસરનું દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે એક કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં કિસમિસ અને બીજા સમારેલા સૂકા મેવા તળીને તૈયાર કરેલી ખીરમાં ઉમેરો.

સર્વ કરો

હવે તમારી સ્વાદિષ્ટ ખીર તૈયાર છે. જમ્યા પછી તેને ગરમ કે ઠંડુ ખાઈ શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Doodh Pak Recipe: શ્રાદ્ધ માટે ગુજરાતી સ્ટાઈલ ટેસ્ટી દૂધપાક બનાવવાની યુનિક રેસીપી