ટામેટા પાપડ રેસીપી : શુ તમે ટામેટાના પાપડ ઘરે ટ્રાય કર્યા છે! આ રીતે બનાવો


By Vanraj Dabhi25, Dec 2023 04:41 PMgujaratijagran.com

સામગ્રી

સાબુદાણા,પાણી, ટામેટા, સ્વાદ મુજબ મીઠું, જીરું, તળવા માટે તેલ.

બનાવવાની રીત સ્ટેપ- 1

સૌ પ્રથમ સાબુદાણાને એક બાઉલમાં પાણી લઈને 7-8 કલાક પલાળી દો.

સ્ટેપ- 2

હવે એક મિક્સર ગ્રાઈન્ડરમાં સમારેલા ટામેટા અને પલાળેલા સાબુદાણાને નાખીને પેસ્ટ બનાવી લો.

સ્ટેપ- 3

એક બાઉલમાં સાબુદાણા-ટામેટાની પેસ્ટ નાખી તેમાં થોડુ પાણી અને સ્વાદ મુજબ જીરું-મીઠું ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

મિક્સ કરેલ દ્રાવણને ગેસ પર મુકીને 5 મિનિટ સુધી પકાવી લો.

સ્ટેપ- 5

હવે દ્રાવણ થોડું ઠંડુ થાય એટલે એક કાગળ પાથરીને તેના પર ચમચી વડે નાના-નાના પાપડ બનવી લો અને પંખા નીચે સૂકવવા રાખો.

સ્ટેપ- 6

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને પાપડ તળી લો.

સર્વ કરો

તમે ટામેટા પાપડનો આનંદ માણી શકો છો અને આખા વર્ષ માટે સ્ટોર પણ કરીને વ્રત દરમિયાન પણ ખાઈ શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગર વાંચતા રહો.

શિયાળામાં વઘારેલો બાજરાનો રોટલો ટ્રાય કરો