ટામેટાં અને મસાલાઓથી બનેલી ખાટી અને તીખી ચટણી આંગળીઓ ચાટતા રહી જાવ એવી બનશે.
ટામેટાં,જીરું,લસણ,લીલું મરચું,છીણેલું આદું,ખાંડ,તેલ,મીઠું, સ્વાદ અનુસાર.
સૌ પ્રથમ ગેસ પર એક નોન-સ્ટિક પેનમાં તેલ ગરમ કરો.
હવે તેમાં સમારેલા ટામેટાં,ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
હવે તેને ધીમી આંચ પર ટામેટાં થોડા નરમ થાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી પકાવો.
ગેસને બંધ કરી દો અને મિશ્રણને થોડીવાર ઠંડુ થવા દો.
હવે તેને ગ્રાઈન્ડરના નાના ચટણી જારમાં મિશ્રણને નાખોં અને તેને મુલાયમ પેસ્ટ થાય ત્યાં સુધી પીસી લો.
તૈયાર છે ટમેટાની ખાટી-મીઠી અને તીખી ચટણી, તમે સર્વ કરી શકો છો.
રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.