મેગી પકોડા : આ રીતે ઘરે બનાવો મેગીના ભજીયા


By Vanraj Dabhi18, Feb 2024 03:21 PMgujaratijagran.com

મેગી પકોડા

પકોડાને ભજીયા તરીકે પણ ઓળખવામાં આવે છે, ગુજરાતમાં ઘણી પ્રકારના ભજીયા બનાવવામાં આછે શું તમે ઘરે મેગીના ભજીયા ટ્રાય કર્યા છે, ચાલો જાણીએ રેસિપી.

સામગ્રી

મેગીનું પેકેટ,મેગી મસાલો,કેપ્સિકમ,ડુંગળી,મીઠું,લાલ મરચું,હિંગ,ધાણાજીરૂ,હળદર,પાણી,આદુ-લસણ-મરચાની પેસ્ટ, કોથમરી,તેલ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક પેનમાં ગરમ પાણી કરી તેમાં મેગી નાખીને બાફીને એક બાઉલમાં કાઢી લો.

સ્ટેપ- 2

હવે તે બાઉલમાં સમારેલી ડુંગળી, કેપ્સીકમ,લીલા મરચાની કટકી,કોથમરી ઉમેરો.

સ્ટેપ- 3

હવે તેમાં મેગી મસાલો,ધાણાજીરું,મીઠું-મરચું વગેરે મસાલા ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

તૈયાર થયેલ મિશ્રણમાંથી નાના નાના ભજીયા બનાવી લો.

સ્ટેપ- 5

હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં પકોડા તળી લો.

સર્વ કરો

તૈયાર છે મેગી પકોડા તમે ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઘઉંના લોટના ક્રિસ્પી સમોસા રેસીપી ઘરે ટ્રાય કરો