ઘઉંનો લોટ,મીઠું,અજમો,તેલ,ગરમ પાણી.
બાફેલા બટાકા,બાફેલા લીલા વટાણા,મીઠું,ધાણાજીરું પાવડર,લાલ મરચું પાવડર,ગરમ મસાલો,ચાટ મસાલો,આમ ચૂરણ પાવડર,પાવડર ખાંડ,કાળા મરી પાવડર,કોથમીર.
તેલ,રાઈ,લીલા મરચા,ફુદીનાના પાન,મીઠો લીમડો,હળદર,હીંગ,તેલ.
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ,મીઠું,અજમો ગરમ તેલ અને પાણી ઉમેરીને લોટ બાંધીને થોડી વાર સેટ થવા દો.
હવે એક બાઉલમાં બાફેલા બટાકા વટાણાની મેશ કરી એક પેનમાં તેલ ગરમ કરી તેમાં મસાલા ઉમેરીને મેશ ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરી લો.
લોટમાંથી નાના નાના બોલ બનાવી પાલટા પર વેલણની મદદથી રોટલી વણી ચપ્પુ વડે કાપા કરીને બે ભાગ કરો.
એક ભાગને ફોલ્ડ કરી તેમાં તૈયાર કરેલ બટાકાનું સ્ટફિંગ ભરીને હાથ વડે કિનારીઓ વાળી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સમોસા ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
તૈયાર છે ઘઉંના લોટના ક્રિસ્પી સમોસા,તમે ચટણી ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો છો.
રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.