આગામી દિવસોમાં દેશભરમાં ટોલ પ્લાઝા હટી શકે છે. ટોલ વસૂલાત માટે નવી ટેકનિકનો ઉપયોગ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.
આગામી કેટલાક મહિનામાં ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નિશન સિસ્ટમ અને GPS બેઝ ટોલ કલેક્શન સિસ્ટમ લાગૂ થઈ શકે છે.
ટોલ વસુલાત માટે વાહનોમાં GPS ફરજિયાત કરવાની દિશામાં કેટલાક કડક નિયંત્રણો લાગી થઈ શકે છે.
વર્તમાન સમયમાં ફાસ્ટેગ મારફતે ટોલની વસૂલાત કરવામાં આવી રહી છે. જોકે GPS, ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નિશન સિસ્ટમ ટોલ વસૂલાતના સંજોગોમાં તમામ ટોલ નાકા હટાવવા પડશે.
નેશનલ હાઈવે અને એક્સપ્રેસ પર ટોલ પ્લાઝાને લીધે લોકોને મુસાફરીમાં વિલંબ ન થાય. વર્તમાન સમયમાં ફાસ્ટેગ મારફતે ટોલ વસૂલ થવાથી સમયની બચત થઈ રહી છે.
નવી સિસ્ટમમાં ઓટોમોબાઈલ કંપનીઓએ GPS લગાવવું સંપૂર્ણ ફરજિયાત થઈ જશે. GPS ટ્રેકરના આધારે જ વાહનનો નોંધણી નંબર ઈશ્યુ કરાશે.