દેશનું વિદેશી હૂંડિયામણ 14મી એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 1.65 અબજ ડોલર વધીને 586.41 અબજ ડોલર પહોંચી ગયું છે. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે આ માહિતી આપી હતી.
વિદેશી હૂંડિયામણમાં સતત બીજા સપ્તાહે તેજી આવી છે. આ અગાઉ ગયા સપ્તાહે દેશનું વિદેશી હૂંડિયામણ 6.30 અબજ ડોલર વધીને 584.75 અબજ ડોલર થયું હતું.
સતત ચાર સપ્તાહ સુધી વૃદ્ધિ નોંધાવવાને લીધે જુલાઈ, 2022માં ભારતનું ફોરેક્સ રિઝર્વ સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.
સાપ્તાહિક આંકડા પ્રમાણે 14 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહ માટે રિઝર્વની વૃદ્ધિ 2.204 અબજ ડોલર વધીને 516.635 અબજ ડોલર રહી છે.
ગોલ્ડ રિઝર્વ 521 મિલિયન ડોલર ઘટી 46.125 બિલિયન ડોલર થયો છે. સ્પેશિયલ ડ્રોવિંગ રાઈટ્સ (SDR) 38 મિલિયન ડોલર ઘટીને 18.412 અબજ ડોલર થયા છે.