આજે તમારા જીવનસાથી તરફથી લાભ પ્રાપ્ત થશે, જે લોકોના લગ્ન બાકી છે તેમને આજે પાત્ર મળી શકે છે. કુંટુંબ તરફથી કોઈ લાભ પ્રાપ્ત થાય તેવા સંકેત છે.
આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેશે. કોઈ કામમાં મન નહીં લાગે, ખર્ચા અચાનક વધી શકે છે.
આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. મન ઉત્સાહથી ભરપૂર રહેશે. કોઈ ખોટી સલાહથી હેરાન થવુ પડશે સમજી વિચારીને નિર્ણય લેવા. ધાર્મિકતાનું પ્રમાણ વધશે.
આજે કુંટુંબ તરફથી તમને પૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. ભાગ્ય વૃદ્ધિ થઈ શકે છે. થોડી આળસનો અનુભવ કરીને કામ પેન્ડિગ મૂકી શકો છો. ધાર્મિક બાબતે ખર્ચો થશે.
આજે તમારો દિવસ શુભ રહેવાનો છે. કોઈ લાભ મળવાના સંકેત મળી રહ્યા છે. પિતા તરફથી પૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. પોતાના પર આત્મવિશ્વાસ રાખવો.
આજનો દિવસ તમારો ધારો એવો ન પણ જાય. સ્વાસ્થ્ય ખૂબ જ સાચવવું, લોકો સાથે વાત કરતા પણ ધ્યાન રાખવું, તમારી વાતનો ઉંધો અર્થ નીકળી શકે છે. વાહન ચલાવતા સાચવવું.
આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેશે. નવા સાહસો કરવાનો વિચાર કરશો. કોઈને સલાહ આપીને તમારો કિંમતી સમય વેડફશો નહીં. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
આજનો દિવસ તમારો અન્ય બાબતોમાં તો શુભ રહેશે પરંતુ આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરુરી બની રહેશે. ભાગ્ય આ દિવસે સાથ નહીં આપે, શેર બજારમાં રોકાણ આજે ન કરવું. એકંદરે દિવસ શુભ.
આજનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે. અટકેલા કાર્યો પૂરા કરશો. મોસાળ તરફથી શુભ સમાચાર આવવાના સંકેત છે. આજે માર્કેટમાં રોકાણ કરી શકો છો.
આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેશે. આત્મવિશ્વાસ રાખવો જરુરી બની રહેશે. પિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવી જરુરી. સંતાન તરફથી લાભ પ્રાપ્ત થાય છે.
આજનો દિવસ તમારા માટે લાભદાયી છે. અટકેલા નાણાં છૂટી શકે છે. વૈભવ પાછળ ખર્ચ થઈ શકે છે. કોઈ વસ્તુનુ દાન કરી શકો છો.
આજનો દિવસ તમારો ધારો એવો ન પણ જાય. માનસિક અશાંતિ આવી શકે છે, કોઈ બાબતનું ટેન્શન પણ લઈ શકો છો. વાણી પર સંયમ રાખવો, કોઈ પણ સાથે બિનજરુરી માથાકૂટ થશે.