મહાશિવરાત્રી પર ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. કહેવાય છે કે, જે આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરી લે છે તેની બધી મનોકામના પૂરી થાય છે.
ભગવાન શિવ ભક્તોની થોડી જ ભક્તિથી પ્રસન્ન થઇ જાય છે, પરંતુ જલદી ક્રોધીત પણ થઇ જાય છે.
આવો જાણીએ મહાશિવરાત્રી પર કયા કામ ના કરવા જોઇએ.
શિવરાત્રીના દિવસે કાળા રંગના કપડા ના પહેરવા જોઇએ.
શિવરાત્રીના દિવસે શિવલિંગ પર તુલસીના પાન અર્પણ કરવા નહીં.
આ દિવસે ભગવાન શિવને ચંપા અને કેતકીના ફૂલ ભૂલથી પણ ના ચઢાવો.
ભગવાન શિવને ભૂલથી પણ તૂટેલા ચોખા ના ચઢાવા.
આ દિવસે સૂર્યાસ્ત પછી કંઇ પણ ના ખાવું જોઇએ.