કઠોળને આ રીતે સ્ટોર કરો અને જંતુઓથી સુરક્ષિત રાખો


By Smith Taral21, Apr 2024 12:57 PMgujaratijagran.com

જો કઠોળનો વ્યવસ્થિત રીતે સ્ટોર ન કરવામાં આવે તો તેમા જંતુઓ પડી શકે છે. વધુ સમય જતા જંતુઓનો ઉપદ્રવ પણ વધી જાય છે અને કઠોળ બગડી જાય છે અને તેનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી. આ સ્ટારીમાં આપણે જોઈશું કેવી રીતે કઠોળને સુરક્ષિત રીતે સ્ટોર કરી શકાય છે

દાળમાં જંતુઓ શા માટે આવે છે?

જ્યારે પણ અનાજ લાંબા સમય સુધી સ્ટોર કરવામાં આવે છે, ત્યારે તેમાં જીવજંતુઓ પડી જવાની સંભાવના વધી જતી હોય છે. આ સિવાય ભેજને કારણે પણ અનાજમાં જંતુઓ પડે છે.

તજપત્તા

અનાજનો સંગ્રહ કરવા માટે કન્ટેનરની અંદર 8-10 તમાલપત્રો રાખો,તેની સાથે સાથે લવિંગ રાખી શકો છો, આ અનાજ સુરક્ષિત રાખશે

આખી હળદર

આખી હળદરની ગંધ પણ ખૂબ જ તીવ્ર હોય છે. કન્ટેનરમાં હળદરના પાંચ-છ ટુકડા અગાઉથી નાખો. આ કુદરતી પધ્ધતીથી કાળા જંતુઓ જ નહીં પણ સફેદ ઈયળોને પણ દૂર રાખશે.

લસણની કળી

લસણની પણ તીવ્ર ગંધ આવે છે, જેના કારણે જંતુઓ ભાગી જાય છે. અનાજના કન્ટેનરનાં આખું લસણ નાખો અને તેને આમ જ રહેવા દો.

સરસવ તેલ

સૌ પ્રથમ દાળમાં એક કે બે ચમચી સરસવનું તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો, પછી દાળને તડકામાં સૂકવી દો. આમ કરવાથી તેમાં રહેલા જંતુઓ મરી જશે, અને ભવિષ્યમાં પણ અનાજમાં નહી આવે

શું તમને નાભિમાં લીમડાનું તેલ લગાવવાના ફાયદા વિશે નથી ખબર? ચાલો જાણીએ