લીમડાના તેલમાં અનેક ગુણો જોવા મળે છે.તેનો ઉપયોગ શરીર સંબંધિત ઘણી સમસ્યાઓને ઘટાડવા માટે થાય છે.પરંતુ શું તમે જાણો છો કે નાભિમાં લીમડાનું તેલ લગાવવાથી શું ફાયદા મળે છે.
તે એન્ટી બેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણો ધરાવે છે. તેથી તમે નાભિમાં લીમડાનું તેલ લગાવીને શરીર અને ત્વચાને લગતા ઘણા ફાયદા મેળવી શકો છો.
લીમડાના તેલમાં રહેલા ગુણો ત્વચાની સાથે વાળ માટે પણ ફાયદાકારક છે.તેથી આ તેલ નાભિમાં લગાવવાથી વાળ ખરતા ઓછા થઈ શકે છે.
નાભિમાં લીમડાનું તેલ નિયમિત રીતે લગાવવાથી તમારી ત્વચાને યુવાન રાખવાની સાથે ત્વચા પર કુદરતી ચમક આવે છે.
જો તમે લીમડાનું તેલ નાભિમાં લગાવો છો, તો તે ડાઘ દૂર કરવામાં મદદ કરે છે અને ત્વચાનો રંગ સુધારે છે.
તમારા ચહેરા પર ખીલ હોય,તો તમે નાભિમાં લીમડાનું તેલ લગાવી શકો છો.આ પિમ્પલ્સ અને ખીલને ઘટાડવામાં મદદ કરે છે.
લીમડાના તેલમાં બળતરા વિરોધી ગુણો હોવાથી તેને નાભિમાં લગાવવાથી શરીરના સોજામાં રાહત મળી શકે છે.
તમે રોજ રાત્રે સૂતા પહેલા સીધા તમારા પલંગ પર સૂઈ જાવ પછી તમારી નાભિમાં લીમડાના તેલના 2 થી 3 ટીપાં નાખીને સીધા સૂઈ જાવ.
સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.